મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૧)
પદ (૩૧)
મીરાં
રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી.
પૂર્વ જનમની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી રે.
રાણાજી
જનમ લીધો નૃપ જયમલ-ઘેરે, તમ સંગે પરણાવી રે.
ગિરિધર નામ હું તો ઘડી નવ છોડું, ભલે નાખોને મરાવી રે.
રાણાજી
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર! હરિસંગે લગની લગાવી રે.
રાણાજી