મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૭)
પદ (૩૭)
મીરાં
ક્હાન વર
ક્હાન વર તો કુબજાને જાય રે,
ગોકુળિયાને ઘેલું કરીને; બહેની મારા પ્રાણ હરીને.
મથુરાંને મારગે હાલતાં ચાલતાં;
એક વાર આવો દીનાનાથ રે, મોહન વર રે પાછા ફરીને.
મામા તે કંસને મળવાને જાવું,
વળતી વળશું તો રહીશું રાત રે, સાંભળ ગોપી નિશ્ચય ધરીને.
નહીં આવો તો હરિ જીવથી જઈએ અમે,
નિશ્ચે મરીશું મહારાજ રે, આતમહત્યા દેઈશું હરિને.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
ભેળા વસોને ભગવાન રે, વિઠ્ઠલજી વર રે વરીને.