મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૮)
પદ (૮)
મીરાં
દવ તો લાગેલ
દવ તો લાગેલ ડુંગરમેં, કહોને ઓધાજી! હવે કેમ કરીએ?
કેમ તે કરીએ, અમે કેમ કરીએ? દવ તો લાગેલ ડુંગરમેં.
હાલવા જઈએ તો વહાલા હાલી ન શકીએ;
બેસી રહીએ તો અમે બળી મરીએ રે.
આ રે વરતીએ નથી ઠેકાણું રે વહાલા હે રી,
પર વરતીની પાંખે અમે ફરીએ રે.
સંસારસાગર મહાજળ ભરિયો વહાલા હે રી,
બાંહેડી ઝાલો નીકર બૂડી મરીએ રે.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર હે રી,
ગુરુજી! તારો તો અમે તરીએ રે.