મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૩૮)
પદ (૩૮)
સાંભર્યાં
હું તો ઢોલે રમુ ને હરિ સાંભરે રે,
મારાં મનડાં ઉદાસી થાય રે,
ઢોલે રમું ને હરિ સાંભરે રે.
હું તો દાતણ કરું ને હરિ સાંભરે રે,
મારાં દાતણિયાં પડી પડી જાય રે. - ઢોલે
હું તો નાવણ કરું ને હરી સાંભરે રે,
મારી કૂંડિયું ઢળી ઢળી જાય રે. - ઢોલે
હું તો ભોજન કરુ ને હરિ સાંભરે રે,
મારા કોળિયા ઢળી ઢળી જાય રે. - ઢોલે
હું તો મુખવાસ કરું ને હરિ સાંભરે રે,
મારી એળચિયું ઢળી ઢળી જાય રે. - ઢોલે
હું તો પાઢણ કરું ને હરિ સાંભરે રે,
મારી સેજડી ઢળી ઢળી જાય રે. - ઢોલે