મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૧૯.પીઠો/પીઠાજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧૯.પીઠો/પીઠાજી

ભક્તિબોધનાં પદો રચનાર કવિ
૧ પદ

લાભ સવાયા લેજો
આવો ફરી ફરી અવસર નહીં મળે
તમે લાભ સવાયા લેજો.

આવો ફરી ફરી અવસર નહીં મળે
તમે કણ સવાયાં કરજો.
હીરા માણેક ને રીત પરવાળાં
નેણલે નરખી લેજો.          – આવો૦
નેન-કમળ પર દીવડો જલત હે,
નાભિકમળ ચિત ધરજો;
કબુધિ જ્યોત તમે અળગી કરીને
તમે અમર જ્યોત આદરજો.          – આવો૦
સંસાર સાગર મહા-જળ ભરિયો,
તમે તરી શકાય તો તરજો;
જગજીવનને જાણ કરીને તમે
એણી પાર ઊતરજો.          – આવો૦
ગરુ મળિયા ફેરા ટળિયા, તમે
ગરુને વચને રે’જો;
ગુરુ પરતાપે પીઠો બોલ્યા
અમર લોકમાં વરજો.          – આવો૦