મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ તીર્થ અંગ
તીર્થ અંગ
અખાજી
જો મુક્તિ વાંછે માનવી, તો એ કાશી ને એ જાહ્નવી.
પ્રગટ મુક્તિ આપે હરિદાસ, હરિ દેખાડે સર્વાવાસ.
અખા નહીં ઉધારે પડી, હરિજન મુક્તિ આપે રોકડી. ૮૨
ચૂસે અસ્તશ્વાન મહાદુખે, નીસરે રુધિર પોતાને મુખે.
રાતો રંગ દેખી મકલાય, પણ કારણ પડિયું પોતામાંય.
સઘળે રચાણું તારું મંન, અખા ગમે ત્યમ કરે જતંન. ૯૨