મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૮

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ ૮

અખાજી

(રાગ સિંધુડો)
હરિ હરિજન અળગા કરી રખે ગણો,
સંત સેવ્યા તેણે સ્વામી સેવ્યા;
નિર્ગુણ બ્રહ્મ સગુણ સંત જાણવા,
જ્યમ વહ્નિનથી તેજવંત થાયે દીવા.
હરિ હરિજન. ૧
જ્યમ અગ્નિથી દીપ થાયેબહુ જ આદર કર્યે,
પણ દીપથી દીપ થાયે અતિ સહેલો;
ત્યમ જ્ઞાની મૂર્તિ તે જાણો ગોવિંદની,
ત્યાંહાં ભગવાન ભેટે જ વહેલો.
હરિ હરિ૦ ૨
દૃષ્ટિ ઉપદેશ તે આપે મોટી કલા,
જેણે તે જંતનાં કાજ સીઝે;
સેવંતાં સુખ હોયે અતિશે ઘણું,
જો સદ્ગુરુ તણું મન રીઝે.
હરિ હરિ૦ ૩
પ્રત્યક્ષ રામ તે તત્ત્વવેત્તા વિષે,
જ્યમ કુંડલ ને કનક દીસે;
મન કર્મ વચને જે કો ભજશે અખા,
તેહનું દ્વૈત દેખી મન નહીં જ હીંસે.
હરિ હરિ૦ ૪