મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન પદ ૫
પદ ૫
આનંદઘન
કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો!
અંજન-રેખવ આંખ ન ભાવે, મંજન શિર પડો દાહ રે. મુને
કૌન સેન જાણે મુજ મનકી? વેદન-વિરહ અથાહ;
થરથર ધ્રૂજે દેહડી મારી, જિમ વાનર ભર માહ રે. મુને
દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહા ગાહા;
આનંદઘન બોલો બાંહડી ઝાલે, નિશદિન ધરું ઉરમાંહ રે. મુને ૦૦૦