મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૫
કડવું ૧૫
પ્રેમાનંદ
નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ,
હવે ચોરી શાની? ચાલો આપણે બેસીએ બારીએ જઈ.’–કન્યાએ ૧૪
નરનારી બેઠાં બારીએ, વાત પ્રીતે કીધી રે,
છજે ભજે કામકુંવર, ને ઓખા ઓછંગે લીધી રે. ૧૫