મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /કૃષ્ણવિરહના મહિના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃષ્ણવિરહના મહિના

થોભણદાસ

કારતક માસે મેલી ચાલ્યા કંતરે, વાહાલાજી;
પ્રીતલડી તોડીને આણ્યો અંત; મારા વાહાલાજી.

પિયુજી મારા શું ચાલ્યા પરદેશરે, વા. મંદરિયામાં મેલ્યાં બાળે વેશ;          મારા૦

ભર દરિયામાં મેલી મુજને વહેતીરે, વા. આવડલી ઘાતો તે હું નવ લેતી;          મારા૦
.
હુંતો જાણતી ઉજળું એટલું દુધરે, વા. જાવાને દીવસડે માંડવું જાુદ્ધ;          મારા૦

સાગરિયા તમે શીદ થયાછો ખારારે, વા. કો આગળ જે કરિયે કષ્ટવિસારા;          મારા૦.

તમે અમારાં દુખડાના છો જાણરે, વા. પ્રીતલડી ઉપર બંધાણા પ્રાણ.          મારા૦

થોડેને દીવસડે અમને મળજોરે, વા. થોભણના સ્વામીજી વહેલા વળજો          મારા૦

પુરુષોતમજી પુરુષોતમ મસવાડોરે, વા. દયા કરી તે દીવાળીનો દહાડો;          મારા૦

હરિ અમારે આનંદ ઓછવ થાયરે, વા. માનનિયો મળીને મંગળ ગાય;          મારા૦

સેવક સરવે આરતિયો ઉતારેરે, વા. અલબેલાજી ઉપર તનમન વારે;          મારા૦

ખાનપાન પકવાન મીઠા મેવારે, વા. જમુના જળ ઝારીયો આચમન લેવા;          મારા૦

લવિંગ સોપારી એળચિ આદરમાનરે, વા. વાળિ આપું બિડલે બાસઠ પાન;          મારા૦

સુખ શજયામાં પોઢાડું નંદલાલરે, વા. થોભણના પ્રભુનિર્ખિને થાઉ ન્યાલ;          મારા૦