મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /નિષ્કુળાનંદ પદ ૫
પદ ૫
નિષ્કુળાનંદ
તમે અંતરની આંખે ઓળખી, કરો સદ્ગુરુ સંતનો સંગ;
કરો સંતની ઓળખ- ટેક.
ગાએ ગીતા ભાગવત સંતને, એવાં લક્ષણ હોય જેને અંગ. ઓળ૦
એથી અર્થ સરે સર્વે આપણો, જાય જન્મ મરણનું દુ:ખ; ઓળ૦
હર્ષ શોક સમે આ સંસારનો, થાયે અંતરે શાંતિ ને સુખ. ઓળ૦
કરે નિર્ભે, ભાગી ભવ ભયને, તેને પાછો પ્રભાવ ન થાય; ઓળ૦
મટે કાળ ક્રમ ને કલ્પના, જેમ સિરતે જાંગીન વાય. ઓળ૦
સાચા સદ્ગુરૂથી સુખ પામીએ, ખાય ખોટાથી મોટી ખોટ; ઓળ૦
જેથી જન્મ જાયે એળે આપનો, પછી ચઢીએ તે કાળને ચોટ. ઓળ૦
પાર્સ્ય ન કરે પોત પાષાણનું, તરે તારે જો કાષ્ઠનું ઝાઝ. ઓળ૦
એમ સત્ય અસત્યને ઓળખી, વળી કરીએ વિવેક વિચાર; ઓળ૦
કહે નિષ્કુલાનંદ નર હે તને એળે ન ખોઈએ આ અવતાર. ઓળ૦