મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૧

બ્રહ્માનંદ

લટકાળા તારે લટકે રે, લે’રખડા હું લોભાણી;
વાંસલડી કેરે કટકે રે, ચિત્તડાંને લીધું તાણી.
છોગલિયું તારું છેલા રે, આવી અટક્યું અંતરમાં;
વણદીઠે રંગના રેલા રે, બેઠી અકળાઉં ઘરમાં.
રાતી આંખડલીની રેખું રે, મનડામાં ખૂંતી મારે;
ડોલરિયા હું નવ દેખું રે, જંપ નથી થાતો ત્યારે.
મરમાળી મૂરતિ તારી રે, વા’લમ મારે ચિત્ત ચડી;
બ્રહ્માનંદના હરિ હજારી રે, કેમ કરી મેલું એક ઘડી.