મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૫
પદ ૧૫
બ્રહ્માનંદ
ભુજ બંધ જડાઉ ભારી રે, રંગ રેલ રસીલા.
બાંધ્યા મન હરવા મોરારી રે; રંગ રેલ રસીલા.
ગળે મોતી માળ અમૂલી રે, રંગ૦ જોઈ વ્રજ વનિતા તન ભૂલી રે; રંગ૦ ૧
સુંદર ઉપડતી છે છાતી રે. રંગ૦ તેની શોભા નથી કહેવાતી રે; રંગ૦ ૨
પેટ પોયણાનું પાનું રે, રંગ૦ દેખી ગોકુળ થયું દીવાનું રે; રંગ૦ ૩
બ્રહ્માનંદ કહે કમર કસી છે રે, રંગ૦ મારા અંતરમાં એ વસી છે રે; રંગ૦ ૪