મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માસ ૧ - ચૈત્ર

ઉદયરત્ન

દુહા
પ્રણમું રે વિજ્યા રે નંદન, ચંદનશીતલ વાંણિ;
મોહન વિશ્વવિનોદિની, આપો સેવક જાણિ.          ૧


યદુકુલકમલવિકાસન, શાસન જાસ અખંડ;
સ્તવસું ત્રિભોવનનાયક, લાયક સુખકરંડ.          ૨

ચૈત્ર માસે એમ ચિંતવે રાજુલ રીદય વિસેખ;
સંદેસો શ્રીનાથનો લાવિ કો હાથનો લેખ.          ૩

તેહને આપું રે કંકણ કર તણાં, ભાંમણાં લીઉં નિરધાર;
હાર આપું રે હીયા તણો, માનુ મહા ઉપગાર.          ૪

પરગરજુ રે દયા-પર, પરદુખભંજણહાર,
છે કોઈ જે મેળવે આજ શ્રી નેમકુમાર?          ૫

વનવાડી આરામના કામના કોડિ તરંગ;
મનમાંહિ રંગવિનોદનાં ઊપજિ નવનવ રંગ.          ૬

કુંણ આગે દુખ દાખીઈ? ભાખીઈ મનનો ભેદ?
વહાલો વિદેશી થઈ રહ્યો. ઊપજે કોડિ ઉમેદ.          ૭

મનોહર ચંપા ફૂલ્યા રે, વાયા વાય સુવાય;
પરિમલ લેતાં પુષ્પની ઘટમેં લાગે લાય.          ૮
ફાગ
કુસુમને આયુધે જે અનૂપે ઊછલ્યો કંદ્રપ કોટિં રૂપે;
વિલવલે રાજુલ વિરહ વાધ્યો, નેમના પ્રેમ-સુ મનહ બાંધ્યો.          ૯