મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /માસ ૯

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માસ ૯ - માગસર

ઉદયરત્ન

દુહા
માગસિર માસે રે માનિની ઊભી મારગ માંહિ;
ચંદ્રમુખી ચિત્ત ચાહિ રે મિલવા જદુપતિ-રાય.          ૧

ટાઢિ ટમકિ રે આંગણે, નેમજી ના’વ્યા ઘેર;
હૂંસ હીયા માંહિ ઊપજિ, સી કરવી હવિ પેર?          ૨

પંજર પગ મંડિ નહી, સિથલ થયા સંધાણ;
નેમ વિના ઘટમાં સખી! કિમ રહેસે આ પ્રાણ?          ૩

વાયસને કરિ વીનતી: ‘સુણ, સ્વામિ દ્વિજરાજ!
જો પ્રીઉ દેખો આવતો, ઊડી બેસો આજ.          ૪

રૂપે મઢાવું રે પાંખડી, સોને મઢાવું ચાંચ;
લાવ જો પીઉનો સંદેસડો, અવધ આપું દિન પાંચ.’          ૫

શ્રીફલફોફલ લેઈને જોસીને પુછવા જાય;
‘કબ આવે મુઝ નાહલો? કહો, સ્વામી સમઝાય.’          ૬

જોસી કહિ જોઈ ટીપણું, ‘વિચમાં દીસે વિલંબ.’
ધ્રસકીનિ ધરણી ઢલિ, દૈવને દે ઓલંભ.          ૭

જોસીવચન તિમ લાગું રે દાધા ઉપરિ જિમ લૂણ;
ઘડીઘડીને અંતરિ ફરી ફરી જોઈ સુણ્ય.          ૮

ફાગ
મોહલમાં એકલી દેખી નારી, કંદ્રપે કામિની બાંણે મારી;
‘નેમજી! નેમજી!’ વદન ભાખિ, હાર શૃંગાર સવિ દૂર નાખિ.          ૯