મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મૂળદાસ પદ ૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ ૧

મૂળદાસ

અનુભવીને એકલું આનંદમાં રહેવું રે
અનુભવીને એકલું આનંદમાં રહેવું રે;
ભજવા શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ના કહેવું રે,          અનુભવીને

વેદ જોયા કિતાબ જોઈ, સરવ જોઈને જોયું રે;
પણ પ્રભુના નામ વિના, સર્વે ખોયું રે.          અનુભવીને

અવર કોઈના આતમાને, દુ:ખ ના દેવું રે;
સુખ-દુ:ખ જ્યારે આવી પડે, ત્યારે સહીને સહેવું રે.         અનુભવીને

જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે;
મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે.          અનુભવીને