મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૧

વિશ્વંભર

સત્ગુરુ મલ્લતાં રે સંસે સહુ ટલ્લ્યા,
નીરમલ્લ નીશ્ચે થયું છે અંગે રે,
જીવ સીવે રહીને ભોગવે,
ત્યેહેનો જાંમ્યો રૂડો રંગ રે.          ૧

મંગલ્લ વરત્યાં અમાહારે માંહ્ય રે,
કરીએ વાહાલાસુ વહ્યાર રે,
નગમ અલગ જેને ગાય છે,
તે રેહે રૂદય મોઝાર્ય રે.          ૨

ક્ષર અક્ષરથી અલ્લગો જે હતો,
વલ્લગો દીઠો છે તે આપે રે,
ડોલમ ડોલ તે મટી ગયું,
થીરતા રહી છે તેહને થાપે રે.          ૩

એ કે વીવેક રે એહેવો અવીયો,
ત્યેહેનુ બાધુ રેહે છે ધ્યાંન રે,
જનમમરણના ભે ભાગી ગયા,
ગલ્લીયું લ્યંગ્યનું અભીમાંન રે.          ૪

આત્યમજ્ઞાંને માંને અમર થયું,
રઘુ રેહેવા સરખુ દુષ રે,
વસ્તા વીસ્યંભર પુરસને પાંમીયાં,
જે છે સરવે જીવનો ભુપ રે.          ૫