મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૨

વિશ્વંભર

જોતાં જોતાં રે જોયો જ્યુગપતિ,
એથી બીજો કોઈ નહીં આદ્ય રે,
સોરતી સમરતીએ જોઈ મેલ્લવ્યો,
મલ્લી રહી સહુમાંહાં એહની સાહ્યદ્ય રે.          ૧

પરમાત્યમા પરમાત્યમા બોલે,
સોહં સોહંગ આપ રે,
હલણચલણ તો હાલે તે વડે,
વ્યાપી રહીછે ત્યેહેની વ્યાપ રે.          ૨

અલખ અલખ કરીને ખલક ક્યેહે,
પલ્લે પલ્લે પોહોંચ્યો તેહ રે,
હુ હુ કરીને હરદમ રે હાલંતો,
પુરસ્ય પુરાંણો પરગટ એહ રે.          ૩

એક અનંતને પુરો પડ્યો,
દીધાં સહુન્યા ચસરખાં દાંન રે,
ત્યેણે વરત્યું સરવે વાતમાંહાં,
ધરી ધરી આપા જેહેવું માંન રે.          ૪

અકલ્લ સકલ્લ જાંણે સહુ વારતા,
પોત્યે વરત્યે સહુને પાર્ય રે,
વસ્તા વિસ્યંભર સ્વયંભર ભરી રહ્યો,
ત્યેણે ખેલે છે નરનાર્ય રે.          ૫