મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /વિશ્વંભર પદ ૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પદ ૩

વિશ્વંભર

આવોને મંદિરીએ મહારે
મોહન મહી વલોવા રે,
મહીને મસે હુ બોલાવુ,
ખાંત્ય ઘણી છે જોવા રે.          ૧
માહારૂ ગોરસ મીઠું મોહંન,
હુ મૈહ્યારી ભોલ્લી રે,
ભાવે એટલું પીજ્યો વાહાલા,
સોપુ સરવે ગોલ્લી રે.          ૨
માહારૂ છે તે છે તમાહારૂ,
રખે અંતર રાખો રે,
પ્રીત્ય કરી પાતલ્લીયા વાહાલા,
ગોરસ માહારૂ ચાખો રે.          ૩
પ્રભાત્ય થાતા પેહેલા આવો,
રખે અસુર કરતા રે.
વસ્તા વીસ્યંભર એક હી સ્વયંભર
હેત હૈયામાં ધરતા રે.          ૪