મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શિવાનંદ પદ ૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પદ ૨

શિવાનંદ

ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે;
ભાલ શશી અતિ સુંદર સોહે, પરવરિયા ગણ સુભટો રે,          ગિરીશ

રત્નખચિત કનકાચલ બૈઠે, શૈલસુતા શિવ નિકટે રે;
ફણિધર મણિ અહિકુંડલ ઝલકે, લલિત વદન જટામુકુટે રે.          ગિરીશ

કૈલાસપતિ શિવ નિરખી નયને ઉતરો ભવસાગરતટે રે;
શિવાનંદ કહે હું એટલું માગું, મોરી રસના શિવ શિવ રટે રે.          ગિરીશ