માધવરાવ ભાસ્કરરાવ કર્ણિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ: બાળસાહિત્યકાર. એમણે ‘સ્વામીભક્ત સૂરપાળ' (૧૯૨૧), ‘ક્ષેમરાજ' (૧૯૩૮), ‘પન્નાકુમારી’ અને ‘મનરંજન' જેવાં બાળનાટકો; ‘મહર્ષિ પરશુરામ' (૧૯૨૩), ‘સતી સાવિત્રી' (૧૯૩૫), ‘અમૃતલાલ ઠક્કર’ (૧૯૪૦), ‘ઉદયન વત્સરાજ' (૧૯૪૭) અને ‘દ્વિજેન્દ્રનાથ રોય' (૧૯૪૮) જેવાં ચરિત્રો અને ‘કાવેરીનો જળધોધ' (૧૯૪૭) તથા ‘ચન્દ્રભાગા' (૧૯૪૮) જેવાં પ્રવાસ-વર્ણનનાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત શરદચન્દ્રની નવલકથા ‘ચરિત્રહીન' (૧૯૩૮) અને ‘શેષપ્રશ્ન' (૧૯૩૮)ના અનુવાદો પણ કર્યા છે.