યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

યોગેશ જોષીએ વાર્તાકાર તરીકે રા. વિ. પાઠક ‘દ્વિરેફ’ અને સુરેશ જોષીના સંસ્કાર આત્મસાત કર્યા છે. જે સમયે મોટા ભાગના વાર્તાકારો કાવ્યમય ગદ્યમાં આધુનિક વાર્તા લખતા એ સમયે યોગેશ જોષીએ લોકબોલીનો વિનિયોગ કરીને ‘ગંગાબા’ તથા ‘ચંદરવો’ જેવી કલાત્મક વાર્તાઓ આપી. અનુઆધુનિક વાર્તાઓ લખાતી એ સમયે આ વાર્તાકારે ફૅન્ટેસીનો વિનિયોગ કરીને ‘ગતિ’ અને ‘આરોહણ’ જેવી વાર્તાઓ આપી. આ વાર્તાકાર પાસેથી ‘બડી દૂર નગરી’ તથા ‘આસ્થા’ જેવી દલિત વાર્તાઓ પણ મળી છે. આ વાર્તાકારનું વિષયવૈવિધ્ય તથા ભાષાકર્મનું વૈવિધ્ય નોંધપાત્ર છે. આ વાર્તાકારે સુંદર ચરિત્ર નિબંધો પણ આપ્યાં છે. ચરિત્ર નિબંધલેખનનો લાભ એમની વાર્તાઓને પણ મળ્યો છે. આ રેખાચિત્રકારે ઝીણી ઝીણી રેખાઓ થકી વાર્તાનાં પાત્રોને જીવતાં-ધબકતાં કર્યાં છે. આશા છે સહ્રદય ભાવકો તથા અભ્યાસીઓને આ ઈ-પ્રકાશનમાં રસ પડશે. –ઊર્મિલા ઠાકર