રસસિદ્ધાંત—એક પરિચય/પ્રકાશકનું પુરોવચન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રકાશકનું પુરોવચન

ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્રીય સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકો અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાનો ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્યપુસ્તકો અને સંદર્ભગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એ કાર્ય હજુ વણથંભ્યું ચાલુ જ છે. આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં સાહિત્યના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથો આપવાની વ્યવસ્થામાં રસસિદ્ધાંત-એક પરિચય પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે પુસ્તકના લેખક ડૉ. પ્રમોદકુમાર પટેલ આ વિષયના જ્ઞાતા છે અને તેમણે પોતાનાં જ્ઞાન અને અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડૉ. તપસ્વી નાન્દીનો હું આભાર માનું છું. આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે; અને એ બધાનો આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે.

યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ,
ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬.
જુલાઈ, ૧૯૮૦
જે. બી. સેંડિલ
અધ્યક્ષ