વાર્તાનું શાસ્ત્ર/બે બોલ
બે બોલ
લગભગ એક મહિને આજે હું આ પુસ્તક પૂરેપૂરું લખી રહ્યો. આ પુસ્તકમાં મેં મારો વાર્તાકથનનો છેલ્લાં દસ વર્ષનો અનુભવ અને વાર્તાશાસ્ત્ર ઉપર મારા વાંચવામાં જે આવ્યું છે તેનો સાર યથાશક્તિ યથામતિ આપવા પ્રયત્ન કરેલ છે.
એક ગ્રંથકાર લખે છે કે, “હર કોઈ પુસ્તક બહાર પાડ્યા પછી પાંચ જ મિનિટે જૂનું થઈ જાય છે.” અત્યારે આ પુસ્તક સંપૂર્ણ છે એમ લખવાની ધૃષ્ટતા કરું તોપણ આવતી કાલે તેમાં ઉમેરવાનું ઘણું નીકળશે એમ હું માનું છું. પણ એનું જ નામ શાસ્ત્ર અને એથી જ આ પુસ્તક અપૂર્ણ રહ્યું હોય તોપણ મને સંતોષ છે. પ્રત્યેક શિક્ષક, માબાપ અને વાર્તા કહેનાર આ પુસ્તક એક છેડેથી બીજા છેડા સુધી ધ્યાનપૂર્વક વાંચી જશે તો તેમણે લીધેલો શ્રમ નિષ્ફળ નહિ જાય એવી આશાથી હું વિરમું છું.
શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર
ભાવનગર, ઈ.સ. 20-11-1923
ભાવનગર, ઈ.સ. 20-11-1923
- ગિજુભાઈ