વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/B
B
Basic genres મૂળભૂત પ્રકારો જુઓ, Three level theory of literary genres
Basilect તળબોલી જુઓ, Acrolect.
Bibliographical Ghost સૂચિનું ભૂતપુસ્તક ક્યારેય હયાત ન હોય એવું કોઈ પુસ્તક સંપાદન કે મુદ્રણ દરમિયાન સૂચિમાં દાખલ થઈ ગયું હોય એને માટે વપરાતી સંજ્ઞા.
Blind motif વ્યવધાન કથાઘટક કથાના વેગને કે કાર્યને કોઈ રીતે સહાયક નહીં નીવડનારું અને ઊલટાનું કથાવિકાસમાં અસાધારણ શિથિલતા લાવનારું કથાઘટક.