સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનિલ જોશી/ગઈ!
પીળાં પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ,
મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ નાકસોંસરી ગઈ!
રણને દરિયો કરવા ચકલી રોજ સવારે
તળાવમાંથી ટીપું લઈ રણમાં જઈને નાખે,
દરિયો પૂરવા ખિસકોલીજી રોજ સવારે
રણકણ લઈને દરિયે જઈને નાખે;
સૂરજ સામે તીર તાકતા ભીલ સમા
અંધારા સામે ગઈ કાંકરી કાનસોંસરી ગઈ;
પીળાં પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ.