સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/શોધીશ મા!
શોધીશ મા માવડી, ખોવાયો બાળ રે
ખોવાયો ધરતીને આંગણે....
ગોઠણિયે ચાલતો શિશુ હતો, ને
પગભર તેં મને કીધો રે.
પા પા પગલીએ ચલવી પૃથ્વીના
પંથોનો વારસો દીધો.
આંગળીએ વળગીને તારા સંગાથમાં
ઘૂમ્યો હું ઘર-ગામશેરી રે.
ધરતીમૈયાની હવે સાથ ફરીશ હું
તેજ ને તિમિરની ફેરી.