સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/શરદનું સોનું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આ સીમ ભરીને સોનું રે કોઈ સોનું લ્યો!
ઝગમગતું ઝાકળભીનું રે કોઈ સોનું લ્યો!
આ કિરણકણસલે ડોલે રે કોઈ સોનું લ્યો!
પીળચટી હવાને ઝોલે રે કોઈ સોનું લ્યો!
સારસ ટહુકામાં તરતું રે કોઈ સોનું લ્યો!
શેઢામાં હરતું ફરતું રે કોઈ સોનું લ્યો!
આ ભારે બાંધી લગડી રે કોઈ સોનું લ્યો!
આ જાય થોરથી દદડી રે કોઈ સોનું લ્યો!
આ ગયું ગામમાં ગાડે રે કોઈ સોનું લ્યો!
ઠલવાયું વાડે વાડે રે કોઈ સોનું લ્યો!