સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/નવ કહેજો!
વનવનમાં વદન હસવતી
કો સરિતા ચાલી જાય,
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય:
સાચા જનસેવકનું જીવન ત્યમ પામે મૌનવિરામ—
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
વનવનમાં વદન હસવતી
કો સરિતા ચાલી જાય,
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય:
સાચા જનસેવકનું જીવન ત્યમ પામે મૌનવિરામ—
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’