સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/વાહવાહ
સાહિત્યજગતમાં મળતી વાહવાહ એ ભયંકર તત્ત્વ છે, અને એનો મોહ મને બિલકુલ છૂટી ગયો છે એમ તો હું પણ ન કહી શકું. પરંતુ મને તો એ સંબંધમાં દુનિયાએ મારી લાયકાત કરતાં પણ વધારે આપ્યું છે એટલે એની પાછળ ઘેલો બનવાનું મારે માટે રહ્યું નથી. નવાં ક્ષેત્રો મારે સર કરવાં નથી. મનમાં ખેંચ રહેતી હોય તો તે માત્ર હાથ પર લીધેલાં અધૂરાં રહી ગયેલાં કાર્યો પૂરાં કરવાં એટલી જ, કારણ કે એ પણ એક જવાબદારી છે. [ચુનીલાલ ક. પારેખ પરના પત્રમાં: ૧૯૪૧]