સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સ્વર્ગેથી વિદાય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

હે દુ:ખિની દીનહીના મલિના
અશ્રુભીની માવડી મર્ત્યભૂમિ!...
સિંધુ-તીરે રેત-મેદાન તારાં,
પ્હાડો માથે નિર્મળી હિમ-રેખા,...
તારું નીલાકાશ, તારો ઉજાસ,
તારો ખોળો ખૂંદતી લોકગીર્દી—...
એકે એકે આજ જાણે છવાયે
મારા અશ્રુબિંદુની આરસીમાં.
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]