સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ટી. એલ. વાસવાણી/તમે
તમે ગમે તે કામ કરતા હો, ગમે ત્યાં કરતા હો — ખેતરમાં, કારખાનામાં, નિશાળમાં, ઑફિસમાં, દુકાનમાં — તમારું દૈનિક જીવન તમારું મંદિર છે, તમે પોતે એના પૂજારી છો, અને અર્પણ પણ તમે પોતે જ છો. તમે પવિત્રા સ્તુતિ છો અને યજ્ઞનો અગ્નિ પણ તમે જ છો.