સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુભાઈ ઠાકર/ભાવકને સુરુચિપ્રદ
અનંતરાય મ. રાવળ (૧૯૧૨-૧૯૮૮)ની વિવેચનપ્રવૃત્તિ લગભગ પાંચ દાયકા ચાલી હતી. આઠ સંગ્રહોમાં તેમનાં વિવેચનો ગ્રંથસ્થ થયેલાં છે. સમભાવપૂર્ણ ગુણદર્શિતા અને માહિતીની વિશ્વસનીયતા, એ તેમનાં લખાણોની વિશિષ્ટતાઓ છે. ગુણદોષની પરીક્ષા કરતી વખતે સહેજ પણ વધતું-ઓછું તોળાઈ ન જાય તેની તેઓ ખાસ કાળજી રાખતા. દોષદર્શન કરાવવાની પણ તેમની રીત સૌમ્ય અને રુચિકર હોય છે. તેમની શિષ્ટ ને રસાળ શૈલી સત્ય અને પ્રિયને એકસાથે કહી શકે છે. આ પ્રકારનાં વિવેચનો ભાવકને સુરુચિપ્રદ નીવડે છે, અભ્યાસીને માર્ગદર્શન પૂરું પાડે છે અને સર્જકને પ્રોત્સાહન આપે છે.