સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/વિચિત્ર શોધ
ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલ એકવાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતા, ત્યાં એક મિત્રો આવીને પૂછ્યું : “આટલા બધા તલ્લીન શાના વિચારમાં થઈ ગયા છો આજે?”
“મેં એક વિચિત્ર શોધ કરી છે,” રસેલે જવાબ વાળ્યો. “જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે કોઈ શક્યતા રહી નથી. અને છતાં મારા માળી સાથે વાત કરતી વેળા એથી ઊલટી જ વાતની ખાતરી મને થાય છે.”