સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સોનાનો પથ્થર
દેસાઈજીની હવેલી પાસે આવેલો તેમનો પથ્થર ઉખેડી નાખવા કલ્યાણરાય દેસાઈજીને ભરૂચ નગરપાલિકાએ નોટિસ આપી. પોતાના હકનો પથ્થર દેસાઈજીએ નહિ ખસેડતાં કોર્ટમાં દાવો થયો. દેસાઈજી મક્કમ રહ્યા ને ઉત્તરોત્તર કોર્ટો લડતાં છેવટનો દાવાનો નિકાલ ઇંગ્લૈંડની પ્રિવી કાઉન્સિલમાં થયો, જેમાં દેસાઈજી જીત્યા. એમાં એમને જે ખર્ચ થયો, તે જોતાં એ પથ્થર સોનાનો થાય એટલી કિંમતનો થયો. ન્યાય ને હક્કને ખાતર લડાયેલો એ પથ્થર આજે પણ ત્યાં ‘સોનાના પથ્થર’ તરીકે ઓળખાય છે.