સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“અમારો અવતાર!”

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આ માનવીઓની મુસીબતો વિશે કોઈ પૂછપરછ કરે તો એની સાથે વાત કરવાની પણ ઇચ્છા તેમને થતી નથી. સતત સંઘર્ષ અને અંગત ફફડાટથી ઘેરાયેલા એમના સમસ્ત અસ્તિત્વને પરિણામે પોતાની આસપાસ દુશ્મનાવટ — માનવીની કે કુદરતની દુશ્મનાવટ — સિવાય બીજું કશું એ કદાચ કલ્પી શકતા નહીં હોય. અથવા, એમની વચ્ચેથી કોઈ રડયુંખડયું ક્લેવર આપણી હાજરીની નોંધ લેવાનું નક્કી કરે તો, ઊભું થઈને, લાકડાની ઘોડી જેવા અકડાયેલા પગે ડગલું ભરતું આપણી દિશામાં એ આવે છે અને જુસ્સાભેર પોતાનાં અંગ આમતેમ હલાવતાં હલાવતાં કહે છે : “ખુદાની કસમ! આમાં વાંક તો અમારો જ છે. સરકાર બિચારી એમાં શું કરે? કમબખ્ત અમારો અવતાર જ એવો છે કે બીજે ક્યાંય અમે પોસાઈએ જ નહીં!”