સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લાલજી કાનપરિયા/વણઝારા
અમે વિફલતાના વણઝારા,
અમે ખોટ ના કશી ગણનારા.
વાટમાં આવે રેત, તો એને ગૂંજે ઘાલી લઈએ,
વન આખાની લીલપ અમે રણમાં વેરી દઈએ.
અમે રણરેતીના ફરનારા,
અમે વિફલતાના વણઝારા.
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક : ૧૯૭૮]