સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/પાયો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



લોકતંત્રાનો સાચો પાયો શો છે,
તેમ જ એ પાયો આપણા લોકતંત્રામાં કેટલે અંશે છે,
એ જાણવું જરૂરી છે.
લોકતંત્રામાં કોઈ મહત્ત્વનો આધાર હોય તો તે,
પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વાર્થને
સમષ્ટિના કલ્યાણમાં જતા કરવા
તેમજ પોતાની શક્તિઓને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે.
આખા ઇતિહાસકાળ દરમિયાન દેખાતી
દેશની ગુલામી મનોવૃત્તિના મૂળ કારણની
જો આપણે શોધ કરીશું,
તો એ જણાયા વિના નહીં રહે કે એકંદર
ભારતની પ્રજામાં સમષ્ટિ-હિતની સાચી સમજણને બદલે
વૈયક્તિક સ્વાર્થની વૃત્તિ જ પ્રધાનપણું ભોગવતી રહી છે,
અને તેણે જ બધો સર્વનાશ નોતર્યો છે.
મૂડીવાદીઓની દૃષ્ટિ,
અમલદારોની સાચી જવાબદારી પ્રત્યે બેપરવાઈ,
વ્યાપારીઓની વિદેશી વસ્તુઓના દલાલ બનવાની કુટેવ,
અને કેળવણીના ક્ષેત્રામાં કામ કરતા
તેમજ લોકમત કેળવવા પત્રો ચલાવતા વર્ગની
માત્ર અંગત લાભની દૃષ્ટિએ થતી પ્રવૃત્તિ...
— એ બધું જ્યારે વિચારું છું,
ત્યારે મારી સાદી સમજણને એમ ચોક્કસ લાગે છે કે
લોકરાજ્ય સ્થપાયું છે, તેનું બંધારણ ઘડાયું છે,
તેના ઉત્સવો ઊજવાય છે,
પણ ખાટલે મોટી ખોટ કે નક્કર પાયો જ નથી.
એટલે કે ઉદ્યોગપતિ, અમલદારો, સંસ્કારી ગણાતા વિદ્વાનો
—એ બધા લોકો રાજ્યને ઉપકારક થાય એવી
સમષ્ટિ-હિતની દૃષ્ટિએ કામ કરતા નથી.