સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શૂન્ય’ પાલનપુરી/કોણ માનશે?
દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?
શય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં!
ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે?
લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?
ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?...