સહરાની ભવ્યતા/પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિચય


Raghuvir-Chaudhary-2.jpg


રઘુવીર ચૌધરી

*

કૃતિપરિચય : સહરાની ભવ્યતા (રેખાચિત્રો)

ગુજરાતીના જે લેખકોનાં રેખાચિત્રો અહીં આલેખન પામ્યાં છે એ પચીસેપચીસ વ્યક્તિઓ આપણા પ્રતિભાશાળી લેખકો છે. અંતરંગ પરિચયની રીતે એમનાં વ્યક્તિમત્તા અને એમની કાર્યશીલતા અહીં સરસ ઉઘાડ પામ્યાં છે.

દરેક વ્યક્તિચિત્ર લેખના આરંભથી જ વાચકને કોઈ પ્રસંગથી કે કોઈ સ્વભાવલક્ષણથી પકડમાં લે છે. જેમકે ઉમાશંકર જોશી વિશેના લેખનો આરંભ જુઓ : પ્રેમ પક્ષપાત ન બની જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે.

આ લેખોમાં, હળવાશ અને માર્મિકતાના પ્રવાહમાં વ્યક્તિરેખાંકન થતું જાય છે એ સ્પૃહણીય તો બને જ છે, વળી લેખક રેખાંકિત વ્યક્તિની ભીતર લઈ જાય છે એથી આ ચરિત્રલેખો વિચારણીય પણ બને છે. પ્રસ્તાવનામાં લખ્યું છે એમ, કેટલાંક લખાણોમાં અભ્યાસલેખનું સ્વરૂપ પણ દાખલ થયું છે. અલબત્ત, એથી એ લખાણોએ પ્રાસાદિકતા છોડી નથી.

બધાં જ રેખાંકનોમાં મનને ગમી જાય એવી પ્રેરકતા અને તાજગી છે. તો પ્રવેશીએ –

(પરિચય: રમણ સોની)