સાકરલાલ મગનલાલ કાપડિયા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કાપડિયા સાકરલાલ મગનલાલ, ‘મધુકર’ (૧૮૯૬, –) : નવલકથાકાર, અનુવાદક. અંગ્રેજી ભાષાના સ્વ-અધ્યયન બાદ ‘જામે જમશેદ’ના તંત્રીવિભાગમાં. એમણે ‘લોહીનો વેપાર’ અને ‘ધીખતા જવાળામુખી’ જેવી મૌલિક નવલકથાઓ તેમ જ વિદેશી નવલકથાઓના અનુસર્જનરૂપ કમનસીબ લીલા–ભા. ૧-૨’ (૧૯૧૭), ‘કલંકિત કાઉન્ટેસ', ‘સૌંદર્ય-વિજય–ભા. ૧-૫’, ‘મધુર મિલન’, ‘આનંદઝરણાં', ‘બુલબુલ’, ‘પ્રેમસમાધિ’ અને ‘લંડન રાજરહસ્ય – ભા. ૧-૨’ (૧૯૨૮) નામની નવલકથાઓ આપી છે. આ ઉપરાંત એમણે ‘હાઉ ટૂ વિન ધ ફ્રેન્ડ્ઝ ઍન્ડ ઇન્ફલ્યુઍસ પીપલ’, રવીન્દ્રનાથકૃત ‘ગોરા’, સીડની હોપ્લરકૃત ‘લેડી ઓવ ધ નાઇટ’ના અનુક્રમે ‘જિંદગી જીવવાની જડીબુટ્ટી’, ‘ગોરા’ અને ‘રાતની રાણી’ નામે ગુજરાતી અનુવાદ તથા ‘પેલે પાર’ અને ‘ગુન્હેગાર’ જેવા નાટ્યાનુવાદ પણ આપ્યા છે.