સાહિત્ય પલ્લવ – ભાગ ૧/નરસિંહ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નરસિંહ

[નરસિંહ મહેતાનું નામ ગુજરાતમાં ઘેર ઘેર જાણીતું છે. ગામડાના અભણ માણસો પણ તેમનાં પદો જાણતા હોય છે ને વહેલી સવારે ઊઠીને ગાતા હોય છે. નરસિંહ મહેતા આપણી ભાષાના આદિકવિ ગણાય છે. વિદ્વાનો ‘અસાઈત’ આદિ કવિઓ નરસિંહની પહેલાં થઈ ગયાનું જણાવે છે, છતાં નરસિંહ ગુજરાતીના પ્રથમ મહાન કવિ છે એમાં તો સંશય નથી. ૧. રાધાદર્શન એ નરસિંહના ‘દાણલીલા’ નામે કાવ્યમાંથી લીધું છે. ગોવર્ધન પર્વત ઉપરથી કૃષ્ણ ત્રણે ભુવનને તેજથી આંજી નાખતી રાધાનાં દર્શન કરે છે એ પ્રસંગ છે. કવિએ જસોદા કૃષ્ણને જગાડે છે ત્યાંથી પ્રસંગ વર્ણવવો શરૂ કર્યો છે. બીજી લીટી ગામડાંમાં નીચે પ્રમાણે ગવાતી પણ સાંભળવામાં આવે છે: તમારે જાગ્યે સર્વે જાગશે, તમે જાગોને જગનાથ. આખું કાવ્ય તળપદી ગુજરાતી ઢબે, વચ્ચે વચ્ચે ‘જી રે’ અને ‘વહાલો’ ઉમેરીને, ગાવામાં આવશે તો મૂળ નરસિંહ મહેતાના મનમાં આ લખતી વખતે જે આનંદ હશે તેનો કાંઈક હિસ્સો આપણને મળશે. ૨. હુઓ (જૂનો પ્રયોગ) — થયો. ૮. બાંયડી— હાથ. ૧૧. માળ— ડુંગર ઉપરની સપાટ જમીનના પટ્ટાને માળ કહે છે. સંસ્કૃત શબ્દ છે माल. ગામડાંમાં પણ વપરાય છે. ૧૨. ફાંસો, દોરીનો. ૧૪. શૃંગાર — શણગાર. વાન — શરીર. ૧૭. ‘ઊભી’નો કર્તા ‘મંડળી’. ૧૮. કરમદો — કરમલો — ભાત. ૨૫. ગેંડી — લાકડી. ગેંડી—ગેડી—જેડી તે શબ્દો એક જ છે. સં. કંદુક (દંડો) ઉપરથી ગુજરાતી ગેંદ શબ્દ છે તેની સાથે એને સંબંધ નથી. સરખાવો આપણો ‘ગેડીદડો’ એ પ્રયોગ. ઘાડે— ગાઢે. ૨૭. સીંચાણી — બાજ જેવી. પંખીઓ ઉપરથી ગાયોની જાત ને નામ નક્કી કર્યાં છે. ૩૩. રંનાદેવી — સૂર્યની પત્ની. ૨. ૨. લોબરડી – લોબડી (લોમપટ્ટી). ઘેટાંબકરાંના વાળનું બનાવેલું ઓઢણું. પાટણનાં જેમ પટોળાં વખણાતાં તેમ સોરઠની લોબડી વખણાતી. (રાણકદેવી ખેંગારનું મસ્તક લઈને સતી થતાં પહેલાં બોલે છે : ‘જુઓ પટોળાંવાળીઓ આ લોબડિયાળીનો કંથ.’) ૫. ત્રટ — તટ, કિનારો. ‘ત્રટ’નું સુધારીને ‘તટ’ કરવાની જરૂર નથી. વધારાનો ‘ર’ આપણે ઘણા શબ્દોમાં નાખ્યો છે : દા.ત. ‘કોટિ’માંથી ‘કરોડ’. ‘તટ’નું ‘ત્રટ’ થઈને તેમાંથી ‘તરડ’ શબ્દ થયો છે. લિયો — (જૂનો પ્રયોગ) — લીધો. સરખાવો ‘હુઓ’. ૩. ૧. વેવારિયા — વેપારી. [વેપાર શબ્દ ‘વ્યવહાર’માંથી થયો છે, ‘વ્યાપાર’માંથી નહિ.] ૪. હોરવાને — વહોરવાને, ખરીદવાને. ૭. ‘લાખે લેખાં’ એવો રૂઢિ-પ્રયોગ છે. અમે લાખ વગર તો લેખું (હિસાબ) કરતા નથી. રૂપિયા આના પાઈ એવી ગણતરીઓ અમે કરવા બેસતા નથી. ગોળગોળ આંકડા અને તે પણ સો કે હજારના નહિ, લાખના જ માંડીએ છીએ. કસ્તુરી છે સૂંઘી (સોંઘી) — જે અદ્ભુત સુંગધવાળો દુર્લભ પદાર્થ (કસ્તુરી) તે અમે સસ્તામાં જ આપીએ છીએ. એટલે કે પ્રભુપ્રેમનો પદાર્થ આ સંતો પાણીને મૂલે આપવા નીકળ્યા છે. ‘છપ્પન ઉપર ભેળ’ એ કહેવત છે. જેને ત્યાં છપ્પન લાખની મતા હોય તેને ત્યાં દરવાજે ભેળ વાગતી રહેતી એમ મનાય છે. અને બાવન કોટિની પૂંજી જેને ત્યાં હોય તેના મહેલ ઉપર ધજા ફરકતી. ૪. ૧. કહાં (જૂનો પ્રયોગ) — ક્યાં. મલી — મળી. ૪. રાજગલી — રાજમાર્ગ તેમ રાજગલી, મોટી ગલી. ૬. દુ:ખનાં દળણાં દળી — દુઃખના સંજોગોમાં પસાર થઈ થઈ ને.]