The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સુન્દરમ્ : જીવનક્રમિકા
૧૯૦૮ :
|
૨૨મી માર્ચ જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાં-માતર ગામે. જન્મનામ : ત્રિભુવનદાસ. પિતાનું નામ : પુરુષોત્તમદાસ લુહાર. માતાનું નામ ઊજમબહેન.
|
૧૯૧૭ :
|
લગ્ન મંગળાબહેન સાથે. અભ્યાસ: મિયાં–માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી, ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ.
|
૧૯૨૫–૨૭ :
|
ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં. ત્યાંના માસિક ‘સાબરમતી'માંના ઉત્તમ લેખ માટે તારાગૌરી ચંદ્રક
|
૧૯૨૬ :
|
‘સાબરમતી'માં ‘મરીચિ' ઉપનામથી ‘એકાંશ દે' – એ પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ.
|
૧૯૨૮-૨૯ :
|
‘સાબરમતીમાં ‘બારડોલીને– એ કાવ્ય ‘સુન્દરમ્'ના નામથી પ્રસિદ્ધ સાબરમતી'ના તંત્રી.
|
૧૯૨૯ :
|
સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'. સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક.
|
૧૯૩૦ :
|
ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ'નું સર્જન.
|
૧૯૩૩ :
|
પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો'નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ 'કાવ્યમંગલા'નું પ્રકાશન
|
૧૯૩૪ :
|
જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા' માટે રણજિતરામ સુવર્ણચંદ્ર વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા.
|
૧૯૩૭ :
|
૩ એપ્રિલ, પુત્રી સુધાનો જન્મ.
|
૧૯૩૮ :
|
‘ત્રિશૂળ' ઉપનામથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ હીરાકણી અને બીજી વાતો'નું પ્રકાશન.
|
૧૯૩૯ :
|
કાવ્યસંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં' (બાળકાવ્યો)નું પ્રકાશન. બીજા વાર્તાસંગ્રહ ખોલી અને નાગરિકા અને ચોથા કાવ્યસંગ્રહ 'વસુધા'નું પ્રકાશન.
|
૧૯૪૦ :
|
ત્રીજા વાર્તાસંગ્રહ ‘પિયાસી'નું પ્રકાશન. પોંડિચેરીમાં શ્રી અરવિંદ દર્શન. બોધાયનકૃત ‘ભગવદજજુકીયમ્'નો અનુવાદ પ્રકાશિત.
|
૧૯૪૧ :
|
‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથનું પ્રકાશન.
|
૧૯૪૩ :
|
પોંડિચેરીમાં શ્રીઅરવિંદ દર્શન (બીજી વાર)
|
૧૯૪૪ :
|
શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ’ના અનુવાદનું પ્રકાર...
|
૧૯૪૫ :
|
ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન'નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકામાં નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા, મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન – સંચાલનમાં સહાય, શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ.
|
૧૯૪૬ :
|
પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતાનું પ્રકાશન. અર્વાચીન કવિતાને મહીડા પારિતોષિક.
|
૧૯૪૭ :
|
૧૫મી ઓગસ્ટથી શરૂ થયેલ સૈમાસિક ‘દક્ષિણા'ના તંત્રી.
|
૧૯૫૦ :
|
‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન.
|
૧૯૫૧ :
|
પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા'નું પ્રકાશન.
|
૧૯૪૮-૧૯૫૨ :
|
આ ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક યાત્રાને.
|
૧૯૫૪ :
|
ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો.
|
૧૯પ૯ :
|
ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ.
|
૧૯૬૧ :
|
જર્મન નાટ્યકાર, અનસ્ટ ટોલરના ‘ટ્રાન્સફિયુરેશન’ના ‘કાયાપલટ’ નામના અનુવાદનું પ્રકાશન.
|
૧૯૬૫ :
|
ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન' નાટકના ‘જનતા અને જન' નામના અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના'નું પ્રકાશન.
|
૧૯૬૭ :
|
‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો.
|
૧૯૬૮ :
|
‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન.
|
૧૯૬૯ :
|
‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક. બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-સમારંભ.
|
૧૯૭૪ :
|
શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર. ‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન.
|
૧૯૭૭ :
|
‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન. વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન.
|
૧૯૭૮ :
|
‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો). સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન.
|
૧૯૭૯ :
|
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો.
|
૧૯૮૩ :
|
પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત ૧૧-૧૧-૧૯૮૩.
|
૧૯૮૪ :
|
અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં.
|
૧૯૮૫ :
|
‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫).
|
૧૯૮૭ :
|
દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ. પૅરિસમાં શ્રી અરવિંદ શિબિર લંડનમાં શ્રી અરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭).
|
૧૯૮૯ :
|
લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું અનાવરણ. સુન્દરમ્ની પ્રતિનિધિ વાર્તાઓ (સં. રમણલાલ જોશી)
|
૧૯૯૦ :
|
ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’ (૨૫-૧-૧૯૯૦). ‘વરદા' કાવ્યસંગ્રહનું પ્રકાશન.
|
૧૯૯૧ :
|
દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
|
૧૯૯૨ :
|
‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન
|
૧૯૯૩ :
|
‘અનાગતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
|
૧૯૯૫ :
|
‘લોકલીલા' (આખ્યાનકાવ્ય), ‘ઈશ’ (કાવ્યસંગ્રહ), સાવિત્રીન, કાવ્યખંડો'(કાવ્યાનુવાદ), ‘પલ્લવિતા’ (કાવ્યસંગ્રહ) અને ‘મહાનદી (કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.
|
૧૯૯૭ :
|
‘પ્રભુપદ’, ‘અગમ નિગમ' અને ‘પ્રિયંકા' કાવ્યસંગ્રહોનું તેમ જ નિત્યનો (કાવ્યગ્રંથ)નું પ્રકાશન.
|
૧૯૯૮ :
|
‘નયા પૈસા’ તેમ જ ‘વરદા' કાવ્યસંગ્રહોનું પ્રકાશન. (‘વરદા'ની બીજી આવૃત્તિમાં ‘વરદા', ‘મુદિતા', ‘ઉત્કંઠા અને ‘અનાગતા સમાવિષ્ટ છે.)
|
૧૯૯૯ :
|
‘ચક્રદૂત’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
|
૨૦૦૦ :
|
‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.
|
૨૦૦૨ :
|
‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨'નું પ્રકાશન. ચૂંટેલી કવિતા: સુન્દરમ્’ (ચયનકાર ચંદ્રકાન્ત શેઠ) ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ'નું પ્રકાશન,
|
૨૦૦૩ :
|
‘મનની મર્મર', ‘ધ્રુવયાત્રા’
|
૨૦૦૪ :
|
સુન્દરમ્-સુધા (સં. સુરેશ દલાલ)
|