સોરઠિયા દુહા/156

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


156

આ તનની ભઠ્ઠી કરું, મનના કરું કલાલ;
નેણાંના પ્યાલા કરું, ભરભર પિયો જમાલ.

હે પ્રીતમ! આ કાયાની ભઠ્ઠી કરીને તેમાં હું તમારે માટે શરાબ ગાળીશ અને પછી મારાં નયનોના પ્યાલા ભરી ભરીને એ તમને પાઈશ.