સોરઠિયા દુહા/2

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


2

રામા! રજપૂતી તણો, આડો વાળ્યો આંક!
લીધા પે’લી લાંક, (તમે) દીધી દશરથરાઉત.

હે રામ! તમે તો રજપૂતીનો આડો આંક વાળ્યો; કારણ કે લંકા લીધી તે પહેલાં તો તમે એ વિભીષણને ભેટ દઈ દીધી હતી, હે દશરથ રાજાના પુત્ર!