સાયર લેરું થોડીયું, મુંજા ઘટમાં ઘણેરીયું; હકડી તડ ન પોગિયું, (ત્યાં) દૂજી ઊપડિયું.
(કોઈ કચ્છી લોકકવિએ ગાયું છે કે) સમુદ્રમાં તો લહેરો થોડી છે, વધુ તો મારા હૈયામાં છે. એક લહેર હજુ કાંઠે ન પહોંચી હોય ત્યાં તો બીજી ઊપડી જ હોય છે.