સોરઠિયા દુહા/6

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


6

તન ચોખાં, મને ઊજળાં, ભીતર રાખે ભાવ,
કિનકા બૂરા ન ચિંતવે, તાકુ રંગ ચડાવ.

શરીર જેનાં નિર્મળ છે, મન જેનાં ઊજળાં છે, પ્રેમની લાગણી જેઓ મનની અંદર રાખે છે, કોઈનું બૂરું ચિંતવતા નથી, તેવા પુરુષોને રંગ ચડાવજો.