સોરઠી સંતવાણી/બેપરવાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બેપરવાઈ

કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને
સમજીને રહીએ ચૂપ રે,
મરને આવીને દ્રવ્યનો ઢગલો કરે ને
ભલે હોય મોટો ભૂપ રે —
ભાઈ રે ભજની પુરુષને બેપરવા રે’વું ને
રાખવી ન કોઈની પરવાર રે,
મોટાની આગળ નવ ઉચ્ચરવું ને
બાંધવો સુરતાનો એકતાર રે. — કુપાત્ર.
ભાઈ રે ઉપદેશ દેવો તો પ્રથમ ભગતિ દેખાડવી ને
ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરવી તેની ઉપર રાખવો ને
ઘણો કરીને સોહ રે. — કુપાત્ર.
ભાઈ રે સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈ પર દ્વેષ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
એવાંને દેખાડો હરિનો દેશ રે. — કુપાત્ર.

[ગંગાસતી]