સોરઠી સંતવાણી/માતા ધરતી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માતા ધરતી

આ પદમાં માતા ધરતીના ગુણ ગાયા છે. હે મા! તમે તો સારા-ખરાબ સૌને સાચવો છો. તમે જ દેવીની મૂર્તિ છો, તમે જતિ ને સતી છો. તમારા વડે જ આ જન્મમરણમાંથી મુક્તિ પમાય છે.

એડા નર ભોગવો માતા!
મોટું ગજું, તારી મોટી મતિ.
સારા નરસા સૌને સંઘરો,
જગનું ઢાંકણ છો ધરતી;
રાજા તો બૂડ્યા મેઘ રાજા,
તેને માતા! તું વરતી.
હીરા માણેક મોતી તુજ પર નીપજે,
સાગર સાત ચોકી ફરતી;
રમઝમે આગળ જ્યોત જગાવે.
હાજમી ડુંગર ઉપર વનસપતી.

નવસેં નવ્વાણું નદીયું તુજ પર રમે
ગંગા જમના સરસતી;
જેવા જીવ તેને તેવું ખાવું
જમીન ઉપર જગન રચતી.

જે જોઈએ તે માતા! તુજ પર નીપજે
જડીબુટીએ ત્યાં જડતી,
જીવતાં ને જોગવતી સંઘરતી
કેટલાક રાખ્યા જુવતી.

ચાર શરપદાન, બાવન દુવારા,
અડસઠ તીરથ તુજ ઉપર થતી;
સોનું રૂપું ત્રાંબાં પીતળ,
કથીર લોહા તું કરતી.

તું જ મારગ ને તું જ મારૂપ,
તું જ જતિ ને તું જ સતી;
ગુરુ પરતાપે ગાય પીઠો,
તુજ થકી થાય ગતમુક્તિ.

[પીઠો]