સોરઠી સંતવાણી/1
ખંડ 1 ધણી અને ધરતી
ભજન-સમારંભનો પ્રારંભ સાખીથી થાય છે.
સદા ભવાની! સા’ય રો, સનમુખ રહો ગણેશ!
પંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
દૂંદાળો દુઃખભંજણો, સદાય બાળે વેશ,
પરથમ પે’લો સમરિયેં, ગવરીનંદ ગણેશ.
ગવરી! તારા પુત્રને, મધુરા સમરે મોર,
દી’એ સમરે વાણિયા, રાતે સમરે ચોર.